Corona Update: દેશના આ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે કોરોનાના 77% નવા કેસ

દેશમાં કોરોનાના ગ્રાફમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 44,059 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 91,39,866 પર પહોંચ્યો છે જેમાંથી 4,43,486 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 85,62,642 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 511 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,33,738 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

Corona Update: દેશના આ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે કોરોનાના 77% નવા કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના ગ્રાફમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 44,059 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 91,39,866 પર પહોંચ્યો છે જેમાંથી 4,43,486 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 85,62,642 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 511 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,33,738 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 

દેશભરમાં કોરોના સામેની લડતે એકવાર ફરીથી ગતિ પકડી છે. રાજ્ય સરકારો પોત પોતાના સ્તરે નવા પ્રતિબંધો લગાવીને વધતા સંક્રમણને રોકવાની કોશિશ કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા મુજબ દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 77% નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 76% મોત થયા છે. જ્યારે દિલ્હી તેમા સૌથી ઉપર છે. 

With 511 new deaths, toll mounts to 1,33,738. Total active cases at 4,43,486

Total discharged cases at 85,62,642 with 41,024 new discharges in last 24 hrs. pic.twitter.com/kdBv3KmHbe

— ANI (@ANI) November 23, 2020

આ 10 રાજ્યોમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ (છેલ્લા 24 કલાકમાં)

દિલ્હી- 6,746 
કેરળ-  5,254
મહારાષ્ટ્ર- 5,753
પશ્ચિમ બંગાળ- 3,591
રાજસ્થાન- 3,260 
ઉત્તર પ્રદેશ- 2,588
હરિયાણા- 2,279
છત્તીસગઢ- 1,748
તામિલનાડુ- 1,655
ગુજરાત- 1,495

રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા કેસ જોતા ટેસ્ટિંગની રણનીતિ બદલવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહના જણાવ્યા મુજબ દિલ્હીમાં પહેલીવાર RTPCR ટેસ્ટની સંખ્યા એન્ટીજન ટેસ્ટ કરતા વધુ થઈ છે. દિલ્હીમાં ડોર ટુ ડોર સર્વે પણ શરૂ કરાયા છે. જો કે ICU બેડને લઈને મુશ્કેલી યથાવત છે. LNJP હોસ્પિટલના 430 ICU બેડ ફૂલ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યા મુજબ દિલ્હીમાં 400 નવા ICU બેડનો ઈન્તેજામ કરાયો છે. જ્યારે 2000 રૂપિયાના દંડના નિયમની પણ અસર જોવા મળી રહી છે. માસ્ક વગર બહાર નીકળતા લોકોમાં ઘટાડો થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news